Untitled

સો સો રે સલામુ મારા ભાંડુડાને કે'જો રે,
જાજેરા જુહાર જગને દેજો હો જી.
ભળાયું ન તેને સૌને, માતા માફ કે'જો રે
હ્રદયમાં રાખી અમને, લેજો હો જી. સો સો રે…

ટીપે ટીપે શોણિત મારા ઘોળી ઘોળી આપું તોયે,
પૂરા જેના પ્રાશત કદીએ જડશે ન જી.
એવા પાપ દાવાનળમાં, જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા, ઠરશે ન જી. સો સો રે…

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો એણે,
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો જી.
પ્રભુ નામ ભજતો એણે પારાધી સંહારીયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી. સો સો રે…

હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે જી.
હસતાં મુખડાંની અમને વિદાયું દીયો રે વા'લા!
રખે કોઇ રોકે નયણાં રડીને હો જી. સો સો રે…

Rate this poem: 

Reviews

No reviews yet.